નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Saturday 12 October 2013

આપણા દેશમાં રેલવે એન્જિનની આગળ WAM, WAP, WDS, YDM, WAG લખેલું હોય છે તે શું સૂચવે છે?

આ અક્ષરો એન્જિનનો ચોક્કસ પ્રકાર દર્શાવે છે. દરેક અક્ષરનો ચોક્કસ અર્થ છે. 
દા.ત. 
પહેલો અક્ષર તેનો ગેજ દર્શાવે છે. જેમ કે, Y એટલે મીટરગેજW એટલે બ્રોડગેજ, Z એટલે નેરોગેજ અને Nએટલે નેરો નેરોગેજ. 

બીજો અક્ષર એન્જિનનું યાંત્રિક રૂપ બતાવે છે. જેમ કેD એટલે ડીઝલ, C એટલે ડી.સી. ઇલેક્ટ્રિક, A એટલે એ.સી. ઇલેક્ટ્રિક. 

છેલ્લો અક્ષર ટ્રેનના વપરાશનું સૂચન કરે છે. દા.ત. G એટલે ગુડ્સ ટ્રેન, P એટલે પેસેન્જર ટ્રેનS એટલે શન્ટિંગ માટે વપરાતું એન્જિન, M એટલે પેસેન્જર કમ ગુડ્ઝ એન્જિન. 

આ રીતે ત્રણ અક્ષર લખ્યા પછી અંક લખેલો હોય છે તે એન્જિનની સુધારેલી કે બદલાવેલી ડિઝાઇનનું સૂચન કરે છે. દા.ત. YAM4 એટલે મીટરગેજ, એ.સી. ઇલેક્ટ્રિક, પેસેન્જર ટ્રેન સાથે અને ગુડ્સ ટ્રેન સાથે જોડી શકાય તેવું ચોથી ડિઝાઇનનું એન્જિન.

No comments:

Post a Comment