નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Saturday 12 October 2013

ફાઇલનું એક્સટેન્શન કઈ રીતે સેટ કરશો?

તમે જ્યારે તમારા કમ્પ્યુટરની ડ્રાઇવમાં ફોલ્ડર અને ફાઇલ્સ શોધતા હોવ ત્યારે તમને તેના સિમ્બોલ્સ પરથી તે કયા પ્રોગ્રામની ફાઇલ છે તેનો અંદાજ આવી જાય છે, પરંતુ બહુ ઓછા લોકો ફાઇલ્સ સાથે તેનું એક્સટેન્શન સેટિંગ કરી રાખતા હોય છે. ફાઇલના એક્સટેન્શનથી જાણી શકાય છે કે તે ફાઇલ કે ફોલ્ડર કયા પ્રોગ્રામની છે? અહીં આપણે ફાઇલ્સનું એક્સટેન્શન સેટિંગ કઈ રીતે કરી શકાય તે અંગે જાણકારી મેળવી લઈએ. ફાઇલ જ્યારે વિન્ડોઝમાં ઓપન થાય ત્યારે ફાઇલ નામ સાથે જ એક્સટેન્શન દેખાય તેમ કરવા માટે આટલું કરવું જરૂરી છે.
* My Computer અથવા Windows Explorer ઓપન કરો.

* Tools > Folders Options માં જઈ File Types પર ક્લિક કરો.
* ત્યાર બાદ તેની નીચેની યાદીમાંથી ફાઇલ એક્સટેન્શન સિલેક્ટ કરો અને Advanced પર ક્લિક કરો.
* આટલું કર્યા બાદ Always show extensions પર ક્લિક કરી દો એટલે આ પ્રોસેસ પૂર્ણ થશે. ત્યાર પછી ફાઇલના લિસ્ટમાં નામ પાછળ એક્સટેન્શન પણ દેખાવા લાગશે. એક્સટેન્શન દેખાવાનો ફાયદો એ છે કે કઈ ફાઇલ છે તે સરળતાથી જાણી શકાય છે.

No comments:

Post a Comment