નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Saturday 19 October 2013

મોંઘી વસ્તુઓને એક ઝાટકે તોડતી ગેઇમ : મેક્સ ડેમેજ 3


Games Zone.
આ જકાલ ઇન્ટરનેટ ઉપર ઢગલાબંધ ગેઇમ્સની સાઇટ છે, જેમાં જાત-જાતની ઓનલાઇન ગેઇમ્સ રમવા મળી રહે છે, પરંતુ બધી જ ગેઇમ આપણને રમવાની મજા આવે એવું તો ભાગ્યે જ બનતું હશે. આવી ઢગલાબંધ વેબસાઇટમાંની એક વેબસાઇટ છે એડિક્ટિંગ ગેઇમ્સ.કોમ. આ સાઇટ ઉપર એક એવી ગેઇમ છે જે રમવાની તમને ચોક્કસ મજા આવશે. આ ગેઇમનું નામ છે મેક્સ ડેમેજ ૩. આ ગેઇમ રમવા માટે તમારે એડિક્ટિંગ ગેઇમ્સ.કોમ ઉપર જઈ શૂટિંગ ગેઇમ્સની પસંદગી કરવાની રહેશે અને તેમાં તમને મેક્સ ડેમેજ ૩ ગેઇમ ઓનલાઇન મળી જશે.
આ ગેઇમ રમવા માટે તમારે માત્ર માઉસની એક ક્લિકનો જ ઉપયોગ કરવાનો રહેશે. ગેઇમમાં તમારે નિશાન લગાવી મોંઘી-મોંઘી વસ્તુઓને તોડવાની રહેશે અને તેના ઉપર નિશાન લગાવવા માટે તમને ડોટની મદદ પણ મળશે, જેથી તમે નિશાન લગાવી શકો. ગેઇમમાં એક તોપ હશે જેની અંદરથી ગોળા નીકળશે. તમારે એલસીડીને તોડવાની રહેશે અને તેની કિંમત જેટલા તમને પોઇન્ટ મળશે. એલસીડીને તોડવા માટે તમારી પાસે માત્ર ત્રણ જ મોકા હશે. જો તમે આ ત્રણેય મોકા ગુમાવી દેશો તો તમારે ફરીથી એ ગેઇમને રમવાની રહેશે. એક લેવલ પાર કર્યા બાદ જ તમે બીજા લેવલમાં પ્રવેશી શકશો. આ ગેઇમમાં કુલ ૫૦ લેવલ છે. ખરેખર આ ગેઇમ રમવાની બહુ જ મજા પડશે, તો રાહ શેની જોવાની, અત્યારે જ રમી જુઓ આ ગેઇમ.

No comments:

Post a Comment