નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Saturday 12 October 2013

હાર્ડ ડ્રાઇવને મિત્રોથી કઈ રીતે છુપાવશો?


જો તમે તમારા કમ્પ્યુટરના હાર્ડડિસ્ક ડ્રાઇવ્સ એટલે કે C, D, E, F વગેરેને તમારા શરારતી મિત્રોથી છુપાવવા માગતા હોવ તો આ રહ્યો તેનો સરળ ઉપાય.

* સૌથી પહેલાં start ઉપર ક્લિક કરો. પછી run માં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.
* હવે તમારી સામે group policyની વિન્ડો ખૂલશે. તેમાં user configuration અને ત્યારબાદ administrative templates પર ક્લિક કરો.
* ત્યાર પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથીwindowsexplorer ને ખોલો.
* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરવાની રહેશે.
* જે વિન્ડો ખૂલશે તેમાં enabled ને સિલેક્ટ કર્યા બાદ નીચે કેટલાક વિકલ્પ હશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.
* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માગતા હોવ તો restrictall draivesને સિલેક્ટ કરી દો. હવે apply કરીને ok બટન પર ક્લિક કરી દો. તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે!
* ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટકરશો એટલે છુપાવેલી તમામ ડ્રાઇવ્સ પાછી જોઈ શકાશે.

No comments:

Post a Comment