નમસ્કાર, બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્લોગમાં મારી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તે મુકવામાં આવી છે, તેમ છતાં તેમાં કોઇ ભૂલ હોય તો માફ કરશો અને તમારી પાસે બ્લોગમાં મુકવા જેવી જો કોઇ માહિતી હોય તો ઇમેઇલ:viranidenish@gmail.com પર મેઇલ કરવા નમ્ર વિનંતી. આપનો કીમતી સમય આપવા બદલ આપનો આભાર !

Saturday 12 October 2013

પેન ડ્રાઇવમાં પાર્ટિશન કેવી રીતે કરશો?


શું નાનકડી પેન ડ્રાઇવમાં પાર્ટિશન પડી શકેતો તેનો જવાબ છે હા, તેમાં પાર્ટિશન પડી શકે. પાર્ટિશન કરવાથી ડેટાને અલગ તારવી શકાય છે. એક જ ડ્રાઇવને ફોર્મેટ કરીએ તોપણ બાકીના ડેટા સુરક્ષિત રહે છે. પેન ડ્રાઇવમાં પાર્ટિશન આ રીતે કરી શકાય.
Step-1 : પેન ડ્રાઇવને પીસીના યુએસબી પોર્ટમાં પ્લગ ઇન કરો અને તેને ફોરમેટ કરી નાખો.
Step-2 : Lexar’s Boo It સોફ્ટવેર ડાઉનલોડ કરો. તેને યુએસબી ડિવાઇસના પાર્ટીશન માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનાથી કોઈ પણ પ્રકારના યુએસબી ડિવાઇસ તથા યુએસબી પેન ડ્રાઇવમાં પાર્ટિશન કરી શકાય છે. આ સોફ્ટવેરને કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરીને કમ્પ્યૂટર રિસ્ટાર્ટ કરી દો.

Step-૩ : Boo Itના આઇકન પર ક્લિક કરીને તેને રન કરો. હવે ડિવાઇસ સેક્શનમાં પેન ડ્રાઇવનો લેટર સિલેક્ટ કરો અને ‘Flip Removable Bit’ ના બટન પર ક્લિક કરો.
Step-૪ : પેન ડ્રાઇવને અનપ્લગ કરી ફરીથી તેને પ્લગ ઇન કરો.
Step-૫ : ટાસ્કબારમાં સ્ટાર્ટ પર ક્લિક કરો, પછી સર્ચ પર ક્લિક કરી સર્ચ ફાઇલ સિલેક્ટ કરીને તેમાં ‘Disk Management’ ટાઇપ કરીને એન્ટર આપો.
Step-૬ : વોલ્યૂમ સેક્શનમાં જઈને પેન ડ્રાઇવને સિલેક્ટ કરો. રાઇટ ક્લિક કરી ‘Shrink Volume'ને સિલેક્ટ કરો. હવે નવા પાર્ટિશનનો સ્ટોરેજ આંકડો લખો. પછી Shrink પર ક્લિક કરો.
Step-૭ : હવે નવી ‘Unallocated Space’ પર રાઇટ ક્લિક કરો અને ‘New Simple Volume’ સિલેક્ટ કરો. ફાઇલ સિસ્ટમમાં NTFSપસંદ કરો અને પાર્ટિશનને ગમે તે નામ કે લેટર આપો. નેક્સ્ટ પર ક્લિક કરો પછી ઓકે પર ક્લિક કરો.

No comments:

Post a Comment